જૈન ચેરીટેબલ ટ્રસ્ટે છેતર્યા એક અંધ વૃદ્ધ વ્યક્તિને

મુંબઇ, 24 ફરવારી 2017: જૈન ચેરીટેબલ ટ્રસ્ટ (રજીસ્ટર્ડ નંબર 19790 -મુંબઈ) વર્ધમાન સંસ્કાર ધામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. વર્ધમાન સંસ્કાર ધામે 2007 ની સાલમાં વિરાર રાજીવ નગરમાં, નૈઋત બિલ્ડિંગમા એક ફલેટ 4,30,000 (ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા) મા લીધું હતું,  અને 2011 મા 13,19,000 (તેર લાખ ઓગણીસ હજાર)  એક અંધ વ્યક્તિ ને વેચ્યુ, જેમ નુ નામ જેઠમલજી ખેમરાજજી સોનીગરા છે, ટ્રસ્ટે જેટલું રોકાણ કર્યું હતું તેનાથી ત્રણ ગણું કમાણી કરી. સંસ્થા ના લેટરહેડ પર લખેલ રસીદ સ્પષ્ટ પણે બતાવે છે કે જેઢમલ સોનીગરા આ જગ્યા વેચાતી લીધેલ છે. તેના પછી નો બીજો લેટર ના કહેવા પ્રમાણે આ જગ્યા મા રહેવા માટે સોનીગરા આ રકમ ડિપોઝીટ આપેલ છે. પૂરી રકમ તે સમયના ભાવ પ્રમાણે મેળવી (565 square feet × Rs 2600 ના ભાવે),  તે છતાં ટ્રસ્ટ આ સોદો કેન્સલ કરવા માંગે છે.


જેઠમલજી  સોનીગરા અને એમની દીકરી પ્રવીણા
પહેલા જેઠમલ સોનીગરા ને આવી શંકા નહોતી કે સંસ્થા એમના અંધ હોવાનો ગેરલાભ લેશે,  4 વર્ષ થી સોનીગરા સતત સંસ્થા ને માગણી કરતા રહ્યા કે તમે રજીસ્ટર્ડ સેલ એગ્રીમેન્ટ કરી આપો, પરંતુ ટ્રસ્ટીઓ આ વાતને ટાળતા રહ્યા અને છટકતા રહ્યા.  જગ્યા ની લેવડ-દેવડ માટે અને આગળ કાર્યવાહી માટે સોનીગરા એ આ ટ્રસ્ટીઓ સાથે વાત કરી હતી :- યોગેશ એમ શાહ (ચીફ ટ્રસ્ટી), જયોતીસ એન કુવાડીયા (ટ્રસ્ટી ),  ભારત એન સાકરીયા (ટ્રસ્ટી ), અને દિનેશ શાહ (ટ્રસ્ટી).
 ઓક્ટોબર 2016  માં સોનીગરા એ નકકી કર્યું કે હવે હદ થઈ  એટલે તેમને વકીલ મારફતે એક ઔપચારિક પત્ર ટ્રસ્ટને મોકલવ્યો. ટ્રસ્ટીઓ એ લખાણ મા કાઈ જવાબ ના આપ્યો, તેમને મોઢે થી કીધું કે અમે લીવ-એન્ડ-લાયસન્સ ના એગ્રીમેન્ટ બનાવી આપીશું  પરંતુ સેલ ના એગ્રીમેન્ટ નહીં બનાવી આપીએ.
સોનીગરા એ અર્નાલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી, PSI ગોવલે એ બધા કાગળ જોયા અને CA ચેતન મેહતા અને બીજા ટ્રસ્ટીઓ સાથે વાત કરી, અને તે પછી આશ્ચર્ય મા મૂકાયા તેવી વાત કહી સોનીગરા ને, કે તમારે સંસ્થા નો આભાર માનવો જોઈએ, એમને તમારા ઉપર ખુબજ મહેરબાની કરી કે તમને ઘર માં રહેવા દીધું !

આ દસ્તાવેજો વાંચી અને મામલો સમજો :
1) 2007 - બીલ્ડર અને સંસ્થાની વચ્ચે નોંધાયલ રજીસ્ટર્ડ સેલ એગ્રીમેન્ટ
2) 2011 - સંસ્થાના લેટરહેડ પર સોનીગરા અપાયેલ વેચાણ પત્ર
3) 2012 - સંસ્થાની ના લેટરહેડ પર ખોટી રીતે લખવામાં આવ્યું છે કે સોનીગરા અંધ સાર્ધમિક છે એટલે એમની પાસે ડીપોઝીટ લઈને તેમને રહેવા આપ્યુ છે
5) ડિસેમ્બર 2016 – સોનીગરા દ્વારા અર્નાલા પોલીસ સ્ટેશન ને લખેલ શિકાયત

વર્ધમાન સંસ્કાર ધામ ટ્રસ્ટ ના પાસે નૈઋત બિલ્ડિંગમાં 10 ફલેટ અને લગભગ 30 ફલેટ આજુબાજુ ના એરિયામાં છે. લગભગ 8 વર્ષથી મોટા ભાગના ફલેટ ખાલી છે. કેટલાક ફલેટો ટ્રસ્ટીના નામ પર રાખેલ છે, પરંતુ એમનું મેન્ટેનેસ સંસ્થાના ખાતામાથી ભરાય છે, અમુક મકાન સોનીગરા જેવા સાર્ધમિક માટે રાખેલ છે.
સવાલ ઊઠે છે સોનીગરા જેવા કેટલા સાર્ધમિક નું શોષણ થયું હશે? શું ટ્રસ્ટીઓ આવી રીતેજ કાર્ય કરે છે?

જનહિત મા પ્રસારિત સુલૈમાન ભીમાની અને 
કૃષ્ણરાજ રાવ દ્વારા
+91 93236 42081
+91 98215 88114
sulaimanbhimani11@gmail.com 
krish.kkphoto@gmail.com

1) Read the emailed rebuttal of Vardhaman Sanskar Trust.

2) Read specific questions which the trustees declined to answer. 

Comments

Popular posts from this blog

Did Akash Ambani, son of Mukesh Ambani, kill two persons in car crash

Short story: The faithful wife

India's "Anaadi" Courts -- where all your fundamental rights disappear