આગા ખાનના અનુયાયીઓનું હોદ્દેદારો દ્વારા શોષણ

ઔરંગાબાદ, 11 નવેમ્બર 2016: અનેક ધાર્મિક સમુદાયોમાં સામાન્ય લોકો વિરોધ દર્શાવા માટે ડરે છે, અને તેમના આગેવાનો (હોદ્દેદારો) તેમનું શોષણ કરે છે. ૮૦ ખોજા પરિવારો (ગુજરાતના ઇસ્માઇલી મુસ્લિમો, જેઓ આગા ખાન અનુયાયીઓ છે), ઔરંગાબાદમાં શાંતિપૂર્ણ રીતે તેમના દુઆ બંદગી નો મૂળભૂત અધિકારમાટે લડી રહ્યા છે. તેમના પર અન્યાય કરનારા છે અઝીઝ અબ્દુલ્લા સુરાણી, જે મુખી તરીકે ઓળખાતા સ્થાનિક હોદ્દેદાર છે અને સમીર રામઝનાલી મોતી, જે કામડીયા તરીકે ઓળખાતા સ્થાનિક હોદ્દેદાર છે. પૂર્વ મુખી રમઝાન શેર મોહમ્મદ ચારણિયા, અને અન્ય કેટલાક લોકો, જે ઇસ્માઇલી સમુદાયમાં ઊંચા સ્થાને છે, તેઓપણ આ ધાર્મિક-આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા છે. (આકસ્મિક રીતે, અઝીઝ અબ્દુલ્લા સુરાણી તાજેતરમાં આવેલી, જુહી ચાવલા અને શબાના આઝમી અભિનિત બોલિવૂડ ફિલ્મ ચોક એન ડસ્ટરના સહ-નિર્માતા છે.)

ડિસેમ્બર 2015માં, હોદ્દેદારોએ દાયકાઓ જૂના ફઝલપુરા જમાતખાના (સમુદાયના દુઆ બંદગી કરવાના હોલ) ને તાળું મારી દીધું અનેઔરંગાબાદના ખોજા પરિવારોને ૧૨ કિમી દૂર આવેલા પાડેગાંવ ના જંગલ વિસ્તાર આસપાસના એક અનધિકૃત બાંધકામ હેઠળના માળખમાં દુઆ બંદગી કરવાની ફરજ પાડી. આ અનધિકૃત માળખું અઝીઝ અબ્દુલ્લા સુરાણીના કાકા અઝીઝ શમશુદ્દીન સુરાણીની માલિકીનું છે. આ રીતે, હોદ્દેદારો અનેક ખોજા પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને સાંઝના અને વહેલી સવારે, એમ દિવસના બે વાર તેમની દૈનિક દુઆ બંદગી માટે દૂરના જંગલમાં મુસાફરી કરવાની ફરજ પાડી.

તેનો હેતુલોભસાદો અને સરળ લોભ છે પાડેગાંવનાં ફ્લેટ્સના વેચાણમાંથી નફો કરવાનો અને પછી ફઝલપુરા જમાતખાનાનું વેચાણ કરવાનો. સુરાણી, મોતી અને ચારણિયા પરિવારો પાડેગાંવમાં લગભગ આઠ એકર જમીન ધરાવે છે. જેને તેઓ વિકસિત કરીને વેચવા ઈચ્છે છેજમીન ધરાવતા સુરાણી, મોતી અને ચારણિયા પરિવારો ઔરંગાબાદના લોકોને સ્થળાંતરની ફરજ પાડીને સીધા જ માલામાલ થઈ જશે.
પાડેગાંવ જમાત ખાના જવાનો માર્ગ હાઇવેથી દૂર છે અને લાંબો કચ્છા રોડ સ્ટ્રીટલાઈટ વિનાનો છે, જે આ વિડિઓ દર્શાવે છેપાડેગાંવએ જંગલ વિસ્તારની સરહદે છે, અને પાણી પુરવઠો, ગટર, શાળાઓ, હોસ્પિટલો અને અન્ય નાગરિક સુવિધાઓ નથીસપ્ટેમ્બરમાં, જ્યારે ભારે વરસાદે કચ્છા રોડને વાહનવ્યવહાર માટે મુશ્કેલ બનાવી નાખ્યો, ત્યારે ખોજા પરિવારોએ છેવટે તેમની ધીરજ ગુમાવી દીધી અને તેમના જૂના ફઝલપુરા જમાતખાનાને ફરી ખોલવાની આજીજી શરૂ કરી. તેમણે સહી ઝુંબેશનું આયોજન કર્યું અને એક ખૂબ જ નમ્ર ગુજરાતી પત્ર સ્થાનિક કાઉન્સિલ પ્રમુખ અઝીઝ બુલસરા (પૂણે), પ્રાદેશિક પ્રમુખ અસલમ મુખી (મુંબઈ) અને નેશનલ પ્રેસિડન્ટ આશિષ મર્ચન્ટ (મુંબઈ) ને લખ્યો, તેમજ આગાખાન ફાઉન્ડેશનની ભારતમાં દિલ્હી ખાતેની ઓફિસ અને પેરિસ માં આવેલા વૈશ્વિક વડામથકને પણ લખ્યો અને ફઝલપુરા જમાત ખાનાને પુનઃ ખોલવા માટે વિનંતી કરીઅનુયાયીઓએ ઇસ્માઇલી સમુદાયની નેશનલ કાઉન્સિલના પ્રમુખને પણ અંગ્રેજીમાં એક પત્ર લખ્યો.) તેમણે નેશનલ કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ બરકત પીરાણી અને ઉપર જણાવેલા અન્ય કેટલાક આગેવાનો સાથે બેઠકો યોજી હતી.

પાડેગાંવ જતો રસ્તો.


અનુયાયીઓની આજીજી બહેરા કાને અથડાઈ હતીનેતાઓની મૌન અને ઉડાઉ જવાબોની દિવાલ અભેદ્ય હતીહતાશ અને થાકેલા ખોજા કુટુંબો છેવટે એવા તારણ પર આવ્યા કે ખુદા તેમને જ મદદ કરે છે, જેઓ પોતાની જાતને મદદ કરે છે. ઓક્ટોબરમાં, તેમણે 50 પરિવારો દ્વારા સહી કરેલા મરાઠી પત્ર દ્વારા પોલીસને સૂચિત કર્યા બાદ ફઝલપુરા જમાત ખાનાને ફરીથી ખોલી નાખ્યું. છેવટે, ફઝલપુરા જમાતખાનામાંથી ૧૦ મહિનાની બળજબરીપૂર્વકની હકાલપટ્ટી નો અંત થયો. છેલ્લાં થોડાં અઠવાડિયાંથી, આ પરિવારોના સેંકડો સભ્યો તેમના હોદ્દેદારો વગર શાંતિપૂર્ણ રીતે ફઝલપુરા જમાતખાનામાં દુઆ બંદગીની બેઠકો કરી રહ્યા છે. પરંતુ, આ નાજુક શાંતિ છે, સંભવિત પ્રતિશોધ, ધાર્મિક અને સામાજિક બહિષ્કાર અને હિંસાના ડરથી ભરેલી છે.

સુરાણીના નિવાસસ્થાન-જમાતખાનામાં બાંધકામ સંહિતાનું ઉલ્લંઘન

) સીસી મેળવ્યાના ઘણા સમય પહેલાંથી આ માળખું બાંધવામાં આવ્યું હતું. કમેન્સમેન્ટ સર્ટીફીકેટ (CC) ૩૦ જાન્યુઆરી, 2015 નું છે, પરંતુ માળખાનું બાંધકામ ઘણા મહિનાઓ અગાઉ જ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
મંજૂર યોજના (એપ્રુવ્ડ પ્લાન) અને સીસી સુરાણીના 2BHK નિવાસ માટે છે. જો કે, ખરેખર જે બાંધવામાં આવ્યો છે, તે છે જમાતખાના. આ બધા ફોટા જુઓ.
પાડેગાંવ જમાતખાના - મ્યુનિસિપલ પરવાનગીઓ વગર બાંધવામાં આવ્યો છે.
) મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર અતિક્રમણ કરીને ટોઈલેટ બહાર બાંધવામાં આવ્યા છે. ટોઈલેટ અને ઓફિસ રૂમ ઓગષ્ટ–સપ્ટેમ્બર, 2016 માં મોડેથી બાંધવામાં આવ્યા છે, તે ચોક્કસપણે યોજના મુજબના નથી, અને આ એક મુખ્ય ઉલ્લંઘન છે. કેટલાક મહિનાઓથી બંદગી માટેનો હોલ ટોઈલેટ વિના જ સંચાલિત થતો હતો. બાહ્ય ટોઈલેટ બ્લોક અને ઓફિસના બાંધકામના ફોટા જુઓ.
ટોઈલેટ બ્લોક ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપાયેલી ફરજીયાત ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવી રહ્યા છે.
) માળખું ઓક્યુપેશન સર્ટિફિકેટ (OC) ધરાવતું નથી. અનેકવિધ ઉલ્લંઘનો ગણીને તેને ઓસી (OC) ન મળી શકે. એટલે, દુઆ બંદગી માટેનો તેનો ચાલુ ઉપયોગ અનધિકૃત અને ગેરકાયદેસર છે.

આર્કિટેક્ટ સંતોષ સખારેની બયાન

સાર્થક એસોસિએટ્સના સંતોષ સખારેએ રેકોર્ડ કરેલા ફોન પરના વાર્તાલાપમાં રહસ્ય ખોલી નાખ્યું. આર્કિટેક્ટ સંતોષ સખારી જે કહ્યું તેનો સારાંશ જમાતખાના બાંધવા માટે જિલ્લા કલેક્ટરની પરવાનગી જરૂરી છે અને કાઉન્સિલના સભ્યો કલેકટર સુધી જવાનું ટાળવા ઈચ્છાતા હતા. જે રીતે પ્લોટ સોસાયટીના ચેરમેન સાથે સંબંધિત છે, તેઓએ જમાતખાનાને ચેરમેનના નિવાસ્થાન તરીકે દર્શાવવાનું નક્કી કર્યું. હા, બાંધકામ મંજૂર થયેલ યોજના મુજબનું ન હતું. તેઓ લગભગ દરરોજ તેમની જરૂરિયાત બદલતા રહેતા.... પરંતુ અમે ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવવાનું ગોઠવી લેશું. સમુદાયના નેતાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતી ફરજીયાત ખુલ્લી જગ્યામાં ટોઇલેટ અને સોસાયટી ઓફિસ બાંધવાનો આદેશ આપ્યો છે. મેં કોઈ યોજના અને રેખાંકનો નથી બનાવ્યાં. જો પૂછવામાં આવશે, તો હું નામંજૂર કરીશ. કેમ કે, મેં આ વસ્તુઓની ભલામણ નથી કરી. સમિતિના સભ્યોએ બળજબરીથી આ ફેરફારો કર્યા છે. તેઓ મને ફોન કરી રહ્યા હતા, પરંતુ મેં જઈને તપાસ કરવાનો ઇનકાર કર્યો. અમે કાઉન્સિલ પ્રમુખ અને અન્યોની સૂચનાઓને પગલે નાંદેડના જમાતખાનાની માળખાકીય યોજનાની નકલ કરી છે.” આર્કિટેક્ટ સંતોષ સખારેએ ખુલાસો કર્યો કે કેવી રીતે સમુદાયના સ્થાનિક નેતાઓએ પાડેગાંવ જમાતખાનાના અનધિકૃત બાંધકામ માટે પહેલ કરી.

ખોજા સમુદાયના શોષણ માટે ત્રણ તબક્કાની યોજના

આ રીતે આયોજન કરવામાં આવ્યું છે :

પહેલો તબક્કો ડઝનબંધ પરિવારોને સુરાણી, મોતી અને ચારણિયા પાડેગાંવમાં ફ્લેટ્સ બુક કરવા માટે દબાણ કરશે. અઝીઝ શમ્શુદ્દીન સુરાણી (યુવાન કો.. હાઉસિંગ સોસાયટી લિમિટેડ ના ચેરમેન), સમીર રામઝલાની મોતી, રમઝાન શેર મોહમ્મદ ચારણિયા અને મોતી, ચારણિયા પરિવારના અન્ય સભ્યોએ સસ્તી જમીન ખરીદીને રાખ્યું છે. આ ટાઈટલ સર્ચ દસ્તાવેજોમાં હાઈલાઈટ કરેલાં નામો જુઓ.

બીજો તબક્કો – માળખું વિકસાવવા આગાખાન ફાઉન્ડેશન અને આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) પાસેથી ભંડોળ મેળવવામાં આવશે. જે રીતે પાણીની મુખ્ય સપ્લાય લાઈન ૧૫ કિ.મી. દૂર છે, પાડેગાવનાં વિકાસમાં દાયકાઓ લાગી શકે છે. પરંતુ આગાખાન ભંડોળ વડે બંધાતા માળખાથી વિકાસમાં ઝડપ આવી શકે, જમીનની કિંમત ઉંચકાઈ શકે અને સુરાણી, મોતી અને ચારણિયા પરિવારોને મોટો નફો કરવી શકે -- એવી યોજના છે.

ત્રીજો તબક્કો – જૂનું ફઝલપુરા જમાતખાના અને તેની જમીન, જે આગાખાન ફાઉન્ડેશનના નામપર છે, તે વેચી નાખવાની યોજના છે. વેચાણ કિંમત વાસ્તવિક બજાર કરતાં ઓછી દર્શાવી શકાય અને સુરાણી, મોતી અને ચારણિયા પરિવારો કરોડો રૂપિયા ઘરભેગા કરશે. જે રીતે આ પરિવારોના સભ્યોની વારાફરતી હોદ્દેદાર તરીકે નિમણૂંક થાય છે, તેમનો પ્રભાવ અને સંપત્તિ સતતા વધતાં જાય છે, અને તેમને સમુદાયના આગેવાનો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણ ખરીદવા માટે સક્ષમ બનાવે છે. તેઓ એકબીજાનાં દુષ્કૃત્યો પણ છુપાવી શકે છે.

સમુદાયમાં પરંપરાગત ઉપરી અધિકારીઓ અનુયાયીઓ ને મળતાં નથી, તેથી સ્થાનિક હોદ્દેદારો સામે ફરિયાદ કરવું અશક્ય છે. આ ઈટાલીયન માફિયાના "ઓમેર્તા" ની યાદ અપાવે છે – સન્માનનો એક નિયમ જે અન્યોના ગેરકાયદેસર કામોમાં મૌન અને બિન-હસ્તક્ષેપની ખાતરી કરે છે. જેઓ સ્થાનિક હોદ્દેદારો ના ગેરકાયદે અને અનૈતિક કામોનો પ્રતિકાર કરે છે, તેમને પોતાના પરિવાર અને વ્યાપાર સામે ભય લાગે છે. તેઓ ખુલીને બહાર આવતાં ડરે છે
શું આગાખાન આ બધું જાણતા નથી? કે તેઓ ના જાણવાની દેખાવ કરે છે? આગાખાન જેનો ઉપદેશ આપે છે તે ઉચ્ચ નૈતિકતા ક્યાં છે? ટોચના લોકોનું આ રહસ્યમય મૌન અને નિષ્ક્રિયતા જોઈને આગાખાનના અનુયાયીઓનો વિશ્વાસ ડગાવી રહી છે.

કૃષ્ણરાજ રાવ દ્વારા જાહેર હિતમાં પ્રસિદ્ધ
9821588114


Comments

Popular posts from this blog

Did Akash Ambani, son of Mukesh Ambani, kill two persons in car crash

Short story: The faithful wife

India's "Anaadi" Courts -- where all your fundamental rights disappear