જૈન ચેરીટેબલ ટ્રસ્ટે છેતર્યા એક અંધ વૃદ્ધ વ્યક્તિને
મુંબઇ, 24 ફરવારી 2017: જૈન ચેરીટેબલ ટ્રસ્ટ (રજીસ્ટર્ડ નંબર 19790 -મુંબઈ) વર્ધમાન સંસ્કાર ધામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. વર્ધમાન સંસ્કાર ધામે 2007 ની સાલમાં વિરાર રાજીવ નગરમાં, નૈઋત બિલ્ડિંગમા એક ફલેટ 4,30,000 (ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા) મા લીધું હતું, અને 2011 મા 13,19,000 (તેર લાખ ઓગણીસ હજાર) એક અંધ વ્યક્તિ ને વેચ્યુ, જેમ નુ નામ જેઠમલજી ખેમરાજજી સોનીગરા છે, ટ્રસ્ટે જેટલું રોકાણ કર્યું હતું તેનાથી ત્રણ ગણું કમાણી કરી. સંસ્થા ના લેટરહેડ પર લખેલ રસીદ સ્પષ્ટ પણે બતાવે છે કે જેઢમલ સોનીગરા આ જગ્યા વેચાતી લીધેલ છે. તેના પછી નો બીજો લેટર ના કહેવા પ્રમાણે આ જગ્યા મા રહેવા માટે સોનીગરા આ રકમ ડિપોઝીટ આપેલ છે. પૂરી રકમ તે સમયના ભાવ પ્રમાણે મેળવી (565 square feet × Rs 2600 ના ભાવે), તે છતાં ટ્રસ્ટ આ સોદો કેન્સલ કરવા માંગે છે. જેઠમલજી સોનીગરા અને એમની દીકરી પ્રવીણા પહેલા જેઠમલ સોનીગરા ને આવી શંકા નહોતી કે સંસ્થા એમના અંધ હોવાનો ગેરલાભ લેશે, 4 વર્ષ થી સોનીગરા સતત સંસ્થા ને માગણી કરતા રહ્યા કે તમે રજીસ્ટર્ડ સેલ એગ્રીમેન્ટ કરી આપો...